મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું અને રોકાણકારોએ સાવચેતીના વાતાવરણમાં કોઈ મોટું એક્સપોઝર લેવાનું ટાળ્યું છે. બિટકોઇન અને ઈથેરિયમમાં મામૂલી વધઘટ થઈ હતી. બિટકોઇન 21,400ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
ફુગાવો હજી ઉંચો છે, મંદીનું જોખમ છે, ભૂરાજકીય સ્થિતિ વણસી રહી છે અને બજારમાં ઉત્સાહનો અભાવ છે એવા સંજોગોમાં બજારમાં વોલેટિલિટી વધી ગઈ છે.
અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં મામૂલી વધારો થયો છે. બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ફ્યુચર્સમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો અને ભાવ પ્રતિ બેરલ 108.64 ડોલર થયો હતો.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.08 ટકા (24 પોઇન્ટ) ઘટીને 28,991 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,016 ખૂલીને 29,723 સુધીની ઉપલી અને 28,238 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,016 પોઇન્ટ | 29,723 પોઇન્ટ | 28,238 પોઇન્ટ | 28,991 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 27-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |