બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર સ્કારનોઝ ઈન્ટરનેશનલ લિસ્ટ થઈ

મુંબઈ તા.27 જૂન: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 376મી કંપની તરીકે સ્કારનોઝ ઈન્ટરનેશનલ લિમિટેડ લિસ્ટેડ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 12 લાખ ઈક્વિટી શેર્સ રૂ.55ની કિંમતે ઓફર કરીને રૂ.6.60 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 17 જૂન, 2022ના રોજ સંપન્ન થયો હતો.

સ્કારનોઝ ઈન્ટરનેશનલ લિમિટેડ ગુજરાત સ્થિત કંપની છે,જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદમાં છે. કંપની કાચા રૂ, રૂની ગાંસડીઓ અને યાર્નનું ટ્રેડિંગ કરે છે. અત્યારે કંપનીએ વિવિધ જોબવર્કર્સ મારફત તૈયાર વસ્ત્રોના ઉત્પાદનનું કામકાજ શરૂ કર્યું છે. મોટા ભાગનાં આ વસ્ત્રો ભરતકામ, હસ્ત ભરતકામ અને અન્ય હસ્તકલા દ્વારા શણગારેલાં હોઈ ભારે વેલ્યુએડિશન ધરાવે છે. કંપની પોતે વસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરે છે.

અત્યાર સુધીમાં એસએમઈ પ્લેટફોર્મ પરથી 144 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 375 કંપનીએએ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી રૂ.3,997.58 કરોડ એકત્ર કર્યા છે, જેની બજાર કિંમત 24 જૂન, 2022ના રોજ રૂ.46,745.29 કરોડ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]