આઇસી15 ઇન્ડેક્સમાં 16 ટકાનું ધોવાણ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તાજેતરના મહિનાઓની સૌથી નીચી સપાટી આવી ગઈ હતી અને એક તબક્કે માર્કેટ કેપિટલાઇઝેશન 1.19 ટ્રિલ્યન ડોલરના સ્તરે ગયું હતું. માર્કેટમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવતો બિટકોઇન ડિસેમ્બર 2020 બાદની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.

પાછલા ચોવીસ કલાકમાં ફ્યુચર્સ પોઝિશનનાં 1.2 અબજ ડોલરનાં ઓળિયાં લિક્વિડેટ કરવામાં આવ્યાં હતાં. તેમાં સૌથી વધુ ઘટાડો ઈથેરિયમના ફ્યુચર્સમાં જોવા મળ્યો હતો.

ટેરાફોર્મ લેબ્સે ઇસ્યૂ કરેલો સ્ટેબલકોઇન – યુએસટી અમેરિકન ડોલર સાથેનું જોડાણ ટકાવી શક્યો નહીં તેને લીધે માર્કેટ પર વિપરીત અસર થઈ હતી.

દરમિયાન, અમેરિકામાં એસએન્ડપી 500, નાસ્દાક તથા ડાઉ જોન્સ સાથે સંકળાયેલા ઈક્વિટી ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં ઘટાડો થવાના સંકેતો મળ્યા છે. આમ, રોકાણકારો હવે વધારે જોખમી ઓળિયાં ઊભાં કરવા માગતાં નથી એવું સ્પષ્ટ થાય છે. બિટકોઇનનો ભાવ પાછલા ચોવીસ કલાકમાં 13 ટકા ઘટીને 27,700 ડોલર પર પહોંચી ગયો હતો. આ જ રીતે ઈથેરિયમમાં 22 ટકાનો ઘટાડો થતાં એક તબક્કે ભાવ 1,888 ડોલર થયો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 15.75 ટકા (71,54 પોઇન્ટ) ઘટીને 38,270 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 45,425 ખૂલીને 45,833 સુધીની ઉપલી અને 35,544 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
45,425 પોઇન્ટ 45,833 પોઇન્ટ 35,544 પોઇન્ટ 38,270 પોઇન્ટ
ડેટાનો સમયઃ 12-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]