BCCIએ આંતરરાષ્ટ્રીય હોમ સીઝનનું રિશેડ્યૂલ જાહેર કર્યું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે 2024-25 સીઝન માટે ટીમ ઈન્ડિયાની આગામી ડોમેસ્ટિક સીઝન માટે સુધારેલા શેડ્યૂલની જાહેરાત કરી હતી. બોર્ડે બે મોટી શ્રેણીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. ભારત-બાંગ્લાદેશ અને ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ T20I, જે અગાઉ 6 ઓક્ટોબર 2024ના રોજ ધર્મશાલામાં યોજાવાની હતી, તે હવે ગ્વાલિયરમાં યોજાશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

ઈંગ્લેન્ડ શ્રેણીમાં પણ ફેરફાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T20I ગ્વાલિયરના નવા સ્ટેડિયમ શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.

બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી T20Iનું સ્થળ બદલ્યું છે. પ્રથમ ટી20 મેચ ચેન્નાઈમાં રમાવાની હતી, હવે બીજી ટી20 અહીં રમાશે.

કોલકાતા હવે બીજી ટી20ને બદલે પ્રથમ ટી20ની યજમાની કરશે

ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને, કોલકાતા પોલીસે બંગાળ ક્રિકેટ એસોસિએશનને વિનંતી કર્યા પછી પ્રથમ T20 નું સ્થળ બદલવામાં આવ્યું છે.

બાંગ્લાદેશની ભારત મુલાકાત

પ્રથમ ટેસ્ટ: 19 થી 23 સપ્ટેમ્બર – એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
બીજી ટેસ્ટઃ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર – ગ્રીન પાર્ક, કાનપુર
પ્રથમ T20: 6 ઓક્ટોબર – શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, ગ્વાલિયર
બીજી T20: 9 ઓક્ટોબર – અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
ત્રીજી T20: 12 ઓક્ટોબર- રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
ચોથી T20: 31 જાન્યુઆરી, પુણે
પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
1લી ODI: 6 ફેબ્રુઆરી, નાગપુર
2જી ODI: 9 ફેબ્રુઆરી, કટક
ત્રીજી ODI: 12 ફેબ્રુઆરી, અમદાવાદ