જામનગરમાં એખ ભવ્ય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન બાદ અંબાણી પરિવારે બીજા શાહી સેલિબ્રેશનની તૈયારી કરી લીધી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પહેલા પ્રી-વેડિંગ ફંક્શનનું હેંગઓવર નથી ઉતર્યુ ત્યાં બીજા પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત ઈટાલીમાં ભવ્ય ક્રૂઝ પર થઈ ગઈ છે.ગુજરાતના જામનગરમાં સ્ટાર-સ્ટડેડ મેળાવડાનું આયોજન કર્યા પછી, અંબાણી પરિવાર હવે વિદેશમાં સેલિબ્રેશન કરવા પહોંચી ગયા છે. બીજી પ્રી-વેડિંગ ઈવેન્ટમાં ભારતીય અને વિદેશી સ્ટાર્સ પણ હાજરી આપશે. આ ફંક્શનમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. આ મેગા ઈવેન્ટ ચાર દિવસ ચાલશે અને ચારેય દિવસે 9 અલગ-અલગ થીમ પાર્ટીઓ હશે.
- 29 મે: પાલેરેમેક પર
થીમ: ‘વેલકમ લંચ’
ડ્રેસ કોડ: ક્લાસિક ક્રૂઝ
મહેમાનના આગમન પછી ખાસ વેલકમ લંચનું આયોજન કરવામાં આવે છે. તેમાં ખાવા માટે ઉત્તમ ફૂડ હશે.
- મે 29: સમુદ્રમાં જહાજ પર
થીમ: ‘સ્ટારી નાઇટ’
ડ્રેસ કોડ: વેસ્ટર્ન ફોર્મલ્સ
સ્ટાર ગેઝિંગ માટે સ્ટારી નાઈટ થીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ થીમ પાર્ટીમાં લોકો સંગીત સાથે ક્રૂઝ શિપ પર સ્ટાર્સને નિહાળશે. ખાણી-પીણીની પણ મજા લેશે.
- 30 મે: રોમની ધરતી પર
થીમ: ‘રોમન હોલિડે’
ડ્રેસ કોડ: ટૂરિસ્ટ ચીક અટાયર
અંબાણી પરિવારની સાથે તેમના મહેમાનો પણ રોમના મેદાન પર ધમાલ મચાવશે. આખો પરિવાર તેમના મહેમાનને રોમની ટૂર પર લઈ જશે. જ્યાં દરેક પ્રવાસીઓની જેમ પોશાક પહેરીને મજા માણશે.
- મે 30: જહાજ પર
થીમ: La Dolce Far Niente
ડ્રેસ કોડ: રેટ્રો
‘La Dolce Far Niente’ નો સીધો અર્થ થાય છે કંઈ ન કરવાની મીઠાશ. જેથી લોકોને આ ખાસ પ્રસંગમાં આરામ કરવાનો મોકો મળશે. રેટ્રો લુકમાં દરેક જહાજ પર આરામ કરતા જોવા મળશે.
- 30 મે: ટોગા પાર્ટી
ટોગા પાર્ટી ગ્રીક અને રોમન રિવાજનો એક ભાગ છે. અહીં પહેરવામાં આવતા કપડાં ખૂબ જ ખાસ હોય છે. વાસ્તવમાં, પહેરવામાં આવેલા કપડાને જોતા એવું લાગે છે કે તે બેડશીટના બનેલા છે. તે તદ્દન ‘એ રોમન હોલિડે’ થીમ છે.
- મે 31: જહાજ પર
થીમ: ‘વી ટર્ન્સ વન અંડર ધ સન’
ડ્રેસ કોડ: પ્લેફુલ
આ એક ખૂબ જ અલગ થીમ પાર્ટી પણ બનવા જઈ રહી છે. આમાં લોકો રમતિયાળ અંદાજમાં જોવા મળશે. એકંદરે આ પાર્ટીમાં ખૂબ જ મસ્તી જોવા મળશે.
- મે 31: કાન્સની ધરતી પર
થીમ: લે માસ્કરેડ
ડ્રેસ કોડ: બ્લેક ધ માસ્કરેડ
આ થીમ પાર્ટીમાં દરેક વ્યક્તિ ચહેરા પર માસ્ક પહેરીને જોવા મળશે, એટલે કે તમે આ પાર્ટીમાં લોકોના ચહેરા જોઈ શકશો નહીં. આ પાર્ટી ખૂબ જ મજેદાર છે.
- મે 31: જહાજ પર
થીમ: પાર્ડન માય ફ્રેન્ચ માફ કરો (આફ્ટર પાર્ટી)
તમામ પાર્ટીઓ બાદ આફ્ટર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પછી પાર્ટીમાં લોકો ડાન્સ કરતા અને ગાતા જોવા મળશે.
- જૂન 1: પોર્ટોફિનોની ધરતી પર
થીમ: ‘લા ડોલ્સે વિટા’
ડ્રેસ કોડ: ઇટાલિયન સમર
અંતિમ ઉજવણી ઇટાલિયન સમર ડ્રેસ કોડમાં ‘લા ડોલ્સે વિટા’ થીમ આધારિત હશે. લા ડોલ્સે વીટા એટલે સુખી જીવન. આ પ્રસંગમાં લોકો દંપતીને સુખી જીવન માટે અભિનંદન આપશે.