સૈફ અલી ખાન હુમલા પર અક્ષય કુમારે આપ્યું એવું નિવેદન કે…

મુંબઈ: સૈફ અલી ખાન પર થયેલા હુમલાના મુખ્ય આરોપીને મુંબઈ પોલીસે રવિવાર, 19 જાન્યુઆરીના રોજ થાણે, મુંબઈથી ધરપકડ કરી છે. પોલીસ હાલમાં તેને રિમાન્ડ પર લીધા બાદ પૂછપરછ કરી રહી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે અભિનેતા પર છરીથી હુમલો કર્યો હતો. હવે કોર્ટે આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર રાખ્યા છે. હાલમાં, બોલિવૂડ અભિનેતા સૈફ લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.જોકે, આજે તેમને ડિચાર્જ મળી શકે છે.

આ ઘટના પર ઘણી હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે આ દરમિયાન અક્ષય કુમારે પણ સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસ પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે ખૂબ જ બહાદુર છે.

પોતાની આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ના પ્રમોશનલ ઇવેન્ટ્સ દરમિયાન અક્ષય કુમારે કહ્યું,’તે ખૂબ જ સારી વાત છે કે તે સુરક્ષિત છે. આ ખૂબ જ સારી બાબત છે. અમે ખુશ છીએ. આખી ઇન્ડસ્ટ્રી ખુશ છે કે તે ઠીક છે. તે તેની બહાદુરી હતી કે તેણે તેના પરિવારનું રક્ષણ કર્યું અને હું તેને સલામ કરું છું.’ અભિનેતાએ આગળ કહ્યું,’મેં તેમની સાથે એક ફિલ્મ કરી છે, મેં ખિલાડી તુ અનાડી પણ હવે જ્યારે ફિલ્મ કરીશું તો આપણે તુ ખિલાડી ફિલ્મ બનાવીશું.’

અક્ષય કુમારનું સાઉથ ડેબ્યૂ
અક્ષય કુમાર ‘કનપ્પા’ થી તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આજે, તેમણે ભગવાન શિવ તરીકેનો પોતાનો પહેલો લુક શેર કર્યો જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. આ ફિલ્મ 25 એપ્રિલ, 2025 ના રોજ રિલીઝ થવાની છે અને તેમાં કાજલ અગ્રવાલ, મોહન બાબુ, મધુ અને મોહનલાલ પણ જોવા મળશે. આ લુક અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. તેમાં, તે ભગવાન શિવના વેશમાં જોવા મળે છે. તે ત્રિશૂળ અને ડમરુ પકડીને જોવા મળે છે.

16 જાન્યુઆરીની રાત્રે સૈફ પર હુમલો થયો હતો
તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની મધ્યરાત્રિએ હુમલો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ચોરીના ઇરાદે તેના ઘરમાં ઘૂસ્યો હતો અને તેના પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ થઈ છે. અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ સંદર્ભે તેના પરિવાર અને સ્ટાફના નિવેદનો નોંધ્યા છે.