અમદાવાદ : કૃષ્ણ જન્મ દિવસ શ્રાવણ વદ આઠમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી લડ્ડુ ગોપાલ એટલે કે લાલજીમાં આસ્થા અને પૂજાનું મહત્વ વધ્યું છે. જેના કારણે બાલકૃષ્ણના વાઘા, મુગટ સહિતના ઘરેણાં, પારણાં – હિંડોળા જેવી સજાવટની સામગ્રીનું વેચાણ પણ વધ્યું છે.
નાના લાલજીની સેવા વધતાં એમને લાડ લડાવવાની સામગ્રીમાં પણ વિવિધતા આવતી જાય છે. હાલ બજારમાં જન્માષ્ટમી નિમિત્તે નાના ડિઝાઈનર, હિંડોળા, આસન, મુગટ, કપડાં, ઝવેરાત, પ્રસાદીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
આ સાથે કૃષ્ણના મહોત્સવને ઉજવવા માટે સોસાયટીઓ, ગામ અને તીર્થ સ્થાનોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
કૃષ્ણ જન્મોત્સવ, મટકી ફોડ પારણાંનો ઉત્સવ ઉજવવા જગત આખાયના કૃષ્ણ ભક્તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
