લખનૌઃ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ બજેટ સેશનમાં વિધાન પરિષદને સંબોધિત કરતાં મહાકુંભ સહિત અબુ આઝમી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કહ્યું હતું કે મહાકુંભના આયોજનથી રાજ્યના અર્થતંત્રને 3.5 લાખ કરોડનો લાભ થયો છે. તેમણે કહ્યું હતું કે SP પર હુમલો કરતાં કહ્યું હતું કે SPના લોકો માટે ઔરંગઝેબ ગર્વનો વિષય છે, જેણે પિતાને કેદ કરીને એક-એક ટીપા માટે તરસાવ્યા હતા.
સપા નેતાના ઔરંગઝેબ વિવાદ પર તેમણે કહ્યું હતું કે સપા એને આદર્શ માને છે, જે ભારતના લોકો પર જઝિયા લગાવતો હતો. સપા ધારાસભ્ય અબુ આઝમીને યુપી મોકલી દો, અમે તેમની સારવાર કરી દઈશું. SPનું વિધાનસભ્યો પર નિયંત્રણ નથી. તેમણે અબુ આઝમીનું નામ લીધા વગર સમાજવાદી પાર્ટીને કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ. નહીં તો તેમને રાજ્યમાં બોલાવવા જોઈએ, અમે તેમની સારવાર કરીશું.
અમે રાજ્યમાં મોટા-મોટા ગુંડાઓને ઠીક કરી દીધા છે. આ પ્રદેશમાં પહેલાં માફિયાઓ દોડતા હતા, પોલીસ ભાગતી હતી. માફિયાને પોલીસ સલામ કરતી હતી, પરંતુ હવે કાયદો અને વ્યવસ્થાના મામલે પ્રદેશે પોતાનો વિચાર બદલ્યો છે. આજે દેશ અને દુનિયાના લોકો પ્રદેશવાસીઓને બહુ સન્માનની દ્રષ્ટિએ જુએ છે.’
આ પહેલાં મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. તેમણે ઔરંગઝેબને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ઔરંગઝેબને કુશળ પ્રશાસક જણાવ્યો હતો જો બાદમાં અબુ આઝમીએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જો મારી વાતથી કોઈને ખોટું લાગ્યું તો હું પોતાનું નિવેદન પરત લઉં છું. વિધાનસભાનું કામ રોકાવું ન જોઈએ.
