ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ હવે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું 12મું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં વધુ 7 નામોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 158 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાને રીપ્લેસ કરી દેવામાં આવ્યા છે. યુવરાજસિંહની જગ્યાએ હવે સુહાગ પંચાલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ૧૨મી યાદી જાહેર કરવામાં આવી.
તમામ ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન! – @YAJadeja pic.twitter.com/rbiMosdUKx
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
દહેગામ બેઠક પરથી યુવરાજસિંહનું નામ પરત ખેંચ્યું
આમ આદમિ પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે જેમાં યુવરાજસિંહ જડેજાનું ક્યાંય નામ જોવા મળ્યુ નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ દહેગામથી યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુવરાજસિંહને 7 વિધાનસસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી.
અમે રાજનીતિ કરવા નહિ, રાજનીતિ બદલવા આવ્યા છે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં હું AAP ના સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી સમગ્ર રાજ્યના યુવાઓને જાગૃત કરી એમના અધિકારો માટે લડત લડીશ. – @YAJadeja pic.twitter.com/7hPBBGNtDE
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
આપની 12મી યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.