રાજ્યમાં કોરોનાના 402 કેસ નોંધાતા હડકંપ

ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે માત્ર કેસ વધતા નથી પરંતુ તેની સંખ્યા ડબલ થવા લાગી છે. બે દિવસ પહેલા રાજ્યમાં કોરોનાના 250 આસપાસ કેસ નોંધાયા હતા તે આજે ડબલ આસપાસ પહોંચી ગયા છે. આજે એકલા અમદાવાદમાં 219 સાથે રાજ્યમાં 402 નવા કેસ નોંધાયા છે. દિવસે દિવસે કોરોના ફરી એકવાર જૂની પરિસ્થિતિ તરફ આગળ વધતો જાય છે. આ સાથે જ મૃત્યુમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ શહેર અને કચ્છમાં એક એક મળી કુલ 2 મોત નોંધાયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા છે ?

આજે રાજ્યમાં 402 નવા કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ જિલ્લામાં 220, રાજકોટ જિલ્લામાં 40, સુરત જિલ્લામાં 32, મોરબી 18, અમરેલી 15, મહેસાણા 12, વડોદરા જિલ્લામાં 23, સાબરકાંઠા 9, ગાંધીનગર જિલ્લામાં 8, વલસાડ 5, ભરૂચ તેમજ જામનગર જિલ્લા, ભાવનગર જિલ્લા અને નવસારીમાં 3-3 જ્યારે કે બનાસકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસ 1500 પાર, આજે 162 ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11052 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1529 એક્ટિવ કેસ છે. 7 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1522 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.02 ટકા થઈ ગયો છે