સ્વિડન: વર્ષ ૨૦૨૬ માટે રસાયણશાસ્ત્ર (Chemistry) ક્ષેત્રના નોબેલ પુરસ્કારની સત્તાવાર જાહેરાત રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષનો પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર વૈજ્ઞાનિક હેનરી બી. કાગન (Henri B Kagan) અને કેન્સો સોઈ (Kenso Soai)ને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2026 #NobelPrize in Chemistry to Henri B. Kagan and Kenso Soai “for the discovery of non-linear effects and autocatalysis in asymmetric organic synthesis.” https://t.co/nH090ql1Xc— The Nobel Prize (@NobelPrize) October 7, 2026
તેમને આ પુરસ્કાર એસિમેટ્રિક ઓર્ગેનિક સિન્થેસિસમાં નોન-લિનિયર અસરો (Non-linear effects) અને ઓટોકેટેલિસિસ (Autocatalysis)ની શોધ બદલ આપવામાં આવ્યો છે.
શા માટે આ શોધ અત્યંત મહત્વપૂર્ણ છે?
બંને વૈજ્ઞાનિકોના આ સંશોધને રસાયણ વિજ્ઞાનના એક અતિ જટિલ પ્રશ્ન – ‘હોમોચિરાલિટી’ (Homochirality)નો ઉકેલ શોધવામાં મોટો ભાગ ભજવ્યો છે.
-
મિરર-ઈમેજ મોલેક્યુલ્સ (એનાન્ટિઓમર્સ): કુદરતમાં અનેક રાસાયણિક અણુઓ (જેમ કે એમિનો એસિડ) બે સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે, જે એકબીજાની મિરર ઈમેજ (અરીસામાં દેખાતા પ્રતિબિંબ) જેવા હોય છે – જેમ કે આપણા ડાબા અને જમણા હાથ.
-
જીવનનું રહસ્ય: જોકે રાસાયણિક પ્રક્રિયાઓમાં બંને પ્રકારના અણુઓ બને છે. પરંતુ પૃથ્વી પરના તમામ સજીવો અને સજીવ કોષોના પ્રોટીનમાં માત્ર એક જ પ્રકારના અણુઓનો ઉપયોગ થાય છે.

-
નવો માર્ગ દર્શાવ્યો: કાગન અને સોઈએ દર્શાવ્યું કે કેમિકલ રિએક્શન દરમિયાન અણુઓ કેવી રીતે એક જ દિશા કે સ્વરૂપ મેળવે છે, જેણે દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ નિર્માણમાં તથા જીવનની ઉત્પત્તિના રાસાયણિક વિજ્ઞાનને સમજવામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે.
વિજ્ઞાન જગતમાં ઉત્સાહ
આ મહત્વપૂર્ણ શોધ બદલ વિશ્વભરના રસાયણશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ બંને નોબેલ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમની આ શોધથી ભવિષ્યમાં વધુ સચોટ દવાઓ બનાવવામાં અને જૈવિક પ્રોસેસને સમજવામાં મદદ મળશે.




