નવા વર્ષની ઉજવણીઃ એક દિવસના દારૂ માટે લાઇસન્સ વેચી રહી છે સરકાર  

ભોપાલઃ વર્ષ 2024ની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને નવા વર્ષ 2025ના આગમનની તૈયારીમાં દેશ અને દુનિયાઆખીના લોકો લાગેલા છે. લોકો પિકનિક ડેસ્ટિનેશન પર નીકળી રહ્યા છે. જ્યારે બાજા લોકો હોટેલ, રેસ્ટોરાં, મેરેજ હોલ, પાર્ક કે ઘરમાં નવા વર્,ની ઉજવમી કરે છે. આવામાં દારૂની પાર્ટીનું આયોજન સામાન્ય વાત છે. હવે સરકારે પણ આવક વધારવા એમાં ઝુકાવ્યું છે.

મધ્ય પ્રદેશનો આબકારી વિભાગ આ માટે કાયદેસર લાઇસન્સ જારી કરી રહ્યો છે. આ લાઇસન્સ માટે રૂ. 200થી રૂ. 10,000ની ફી વિભાગને ચૂકવવી પડશે. વળી, લાઇસન્સની પ્રક્રિયા પાંચ મિનિટમાં પૂરી કરવામાં આવશે. હવે સરકારે આના દ્વારા આવક વધારવા ઇચ્છે છે.

નવા વર્ષને આવકારવા માટે રાત્રે પાર્ટી માટે રેસ્ટોરાં, હોટેલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસના બુકિંગ થઈ રહ્યાં છે, આ પાર્ટીઓમાં દારૂ પણ પીરસવાની વાત પણ કરવામાં આવી રહી છે. જેથી આબકારી વિભાગ પણ સક્રિય થયો છે.  આબકારી વિભાગ દરેક પાર્ટીના આયોજક કે ઘરમાં પાર્ટી કરવી હશે એ દરેક જણને કહી રહ્યો છે કે આયોજકોએ તેમને ત્યાં દારૂ પાર્ટી કરવી હશે તો તેમણે એક દિવસનું આકસ્મિક લાઇસન્સ લેવું ફરજિયાત પ્રાપ્ત કરવાનું રહેશે. જો લાઇસન્સ વગર પાર્ટી કરવામાં આવશે તો આયોજકોની સાથે પાર્ટીઓમાં દારૂનું સેવન કરવાવાળાની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.