મુંબઈ: આજના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ રસ પેદા થાય એવું વાતાવરણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે.વિદ્યાર્થીઓમાં સંશોધન તરફના અભિગમને વેગ આપવા અને તેમની કલ્પનાશકિત વિકસાવવા વિદ્યાર્થીઓને વિજ્ઞાનની નવી શોધોથી પરિચિત કરાવવા મલાડમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે જે.ડી.ટી.હાઈસ્કૂલ, મલાડ ખાતે 9 થી 11 જાન્યુઆરીના સુધી વિજ્ઞાન પ્રદર્શન યોજાશે.આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનની મુખ્ય થીમ ” ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” છે. જેના પેટા થીમ નીચે મુજબ છે
(1) ખોરાક,આરોગ્ય અને સ્વચ્છતા
(2) પરિવહન અને સંચાર
(3) કુદરતી ખેતી
(4) ડિઝાસ્ટર મેનેજમેન્ટ
(5) મેથેમેટિકલ મોડલિંગ કોમ્પ્યુટેશનલ થિંકિંગ
(6) વેસ્ટ મેનેજમેન્ટો
(7) રિસોર્સ મેનેજમેન્ટ
પ્રદર્શનમાં આવી વિવિધ થીમ હેઠળ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટસ જોવા મળશે. શિક્ષણ વિભાગ તરફથી શિક્ષક નિરીક્ષક અંતર્ગત જિલ્લા સ્તરના વિજ્ઞાન પ્રદર્શનનું આ આયોજન જે. ડી. ટી હાઇસ્કૂલ સંસ્કાર એજયુકેશન સોસાયટી,કુરાર વિલેજ. મલાડ (ઇસ્ટ)માં તારીખ 9 થી 11 જાન્યુઆરી 2025 ના દિવસોમાં રોજ રાખવામાં આવ્યું છે એવું એચ વોર્ડનાં પ્રચાર કન્વીનર તથા પ્યુપીલ્સ ઑન સ્કૂલનાં આચાર્યા કેયુરી પટેલે જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તથા અન્ય રસ ધરાવતાં વાલીઓ પણ હાજરી આપી શકે છે.