અમદાવાદ: ગુજરાતમાં મે મહિનો એટલે કાળઝાળ ગરમી અને લૂની ઋતુ. પણ ચૂંટણી પંચે ભારે જહેમત ઉઠાવી મતદારો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રયત્નો કર્યા છે.
7મી મે ની વહલી સવારથી જ મતદાન મોટાપાયે શરૂ થઇ ગયું. ચૂંટણી વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓએ તમામ મતદાન મથકો પર મતદારોને ગરમીનો સામનો ના કરવો પડે એવી અલગ-અલગ જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી છે.
એક સાથે ટોળું, કતારો અને અવ્યવસ્થા ન સર્જાય એ માટે મતદાન કેન્દ્રો પર વધુ બુથ બનાવ્યા. આ સાથે વધુ મતદારો એકઠા થાય અને કતારો લાગે ત્યારે બહારના ભાગમાં વિશાળ મંડપ બાંધ્યા. મતદાન મથકની બહાર સ્ત્રી અને પુરુષ મતદારોની અલગ કતારો બનાવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)