નવી દિલ્હીઃ વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સંરક્ષણ દિવસ ઊજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 1994માં આ દિવસની જાહેરાત કરી હતી. પૃથ્વીના સંરક્ષણ માટે ઓઝોન બહુ મહત્ત્વપૂર્ણ છે. ઓઝોન એક ગેસનું નાજુક લેયર છે. એને સંરક્ષિત કરવાના મહત્ત્વ પર પ્રકાશ ફેકતાં એ લેયર કેન્દ્રીય સ્ટાર (તારા), સૂર્યમાંથી નીકળતા ખતરનાક પારજાંબલી વિકિરણોથી પૃથ્વી પરના બધા જીવોનું રક્ષણ કરે છે. વિશ્વ ઓઝોન દિવસ 2021 પર આવો નજર નાખીએ ઓઝોન લેયર પૃથ્વીને સૂર્યનાં વિકિરણોથી કેવી રીતે બચાવે છે.
આમ તો સૂર્યનો પ્રકાશ જીવનનું પોષણ કરે છે, એનો પ્રકાશ જીવનમાં ઊર્જા ભરી દે છે, પણ એનાં કિરણો જો ઓઝોન લેયર વિના સીધા પડે તો જીવન માટે હાનિકારક પણ છે. ઓઝોનનું લેયરના સુરક્ષા કવચ વિના પૃથ્વી પર કોઈ જીવન સંભવ નથી. ઓઝોન લેયર આપણી પૃથ્વીના જીવનને સંરક્ષિત કરવા માટે જરૂરી સંતુલન કરે છે.
1970ના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોએ ઓઝોન લેયરમાં એક હોલ હોવાની શોધ કરી હતી, જે ઓઝોન લેયર નબળું પાડતા ગેસોને કારણે પડ્યું છે. આ ગેસો રેફ્રિજરેશન અને એર કડિશનિંગ સહિત કુલિંગ ટેક્નોલોજીમાં હોય છે.