વાઘનું મોં લોહીયાળું

 

     વાઘનું મોં લોહીયાળું

 

વાઘ એ શિકારી પ્રાણી છે. પોતાના શિકારને ફાડી ખાય છે. એટલે કે સ્વભાવિક રીતે જ એનું મોં લોહીવાળું હોય છે. પણ વાઘ કાંઈ ચોવીસે કલાક શિકાર નથી કરતો. આમ છતાંય એકવાર શિકારી તરીકે એનું મોં લોહીવાળું થઈ ગયું એટલે એ હંમેશને માટે લોહિયાળ મોંવાળા પ્રાણીની ઓળખ મેળવે છે.

આજ રીતે માણસ એવું કામ કરે કે એની કાયમી છાપ ઊભી થઈ જાય ત્યારે આ કહેવત વપરાય છે. માણસ એક વખત ચોરી કરે અને એમાં પકડાઈ જાય તો કાયમી ધોરણે એને માથે ચોરનો શિરપાવ લાગી જાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)