વ્યાજના ઘોડાને કોઈ ના પહોંચે

 

વ્યાજના ઘોડાને કોઈ ના પહોંચે…

 

કોઇની પણ પાસેથી આપણે પૈસા દેવું કરીને લાવીએ તો એના ઉપર વ્યાજ લાગે છે. આ વ્યાજ એટલે દેવાના નાણાં ઉપર સતત વૃદ્ધિ પામતો જતો બોજ છે. વ્યાજ રજા પાળતું નથી કે રાત્રે ઊંઘતું નથી. સતત ચડ્યા જ કરે છે. ગમે તેવો તેજ ઘોડો હોય તો પણ ચોવીસ કલાક, આખું અઠવાડિયું દોડી શકે નહીં.

આ કહેવત વ્યાજે પૈસા લઈએ તો જો વ્યાજ ચૂકવવામાં વિલંબ થાય તો કેવડી મોટી જવાબદારી ઊભી થાય તે તરફ ઈશારો કરે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)