અમદાવાદ: અદાણી યુનિવર્સિટી ખાતે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (ICIDS) પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’ ની બીજી આવૃત્તિનું 11 અને 12 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા. જેમણે ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગ્રીન ટ્રાન્ઝિશન અને ફાઇનાન્સિંગમાં ઉભરતા એજન્ડાની ચર્ચા કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશને ઊર્જાની આયાતથી મુક્ત થવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ભારત ગ્રીન એનર્જીનો સૌથી મોટો નિકાસકાર બની શકે છે. ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે, ઉર્જા સંક્રમણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ આંતરિક રીતે જોડાયેલા છે.અદાણી યુનિવર્સિટી દ્વારા આયોજિત કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે, અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર રવિ પી. સિંઘે પાછલા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રે ભારતની અવિશ્વસનીય પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું: “ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લાઈમેટ ચેન્જ. તેમણે કહ્યું કે, ભારત હાલમાં લગભગ 450 ગીગાવોટ ઊર્જા ક્ષમતા ધરાવે છે અને તેમાંથી લગભગ 50% બિન-અશ્મિભૂત ઇંધણમાંથી છે. ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી પહોંચવાનો ઇરાદો ધરાવે છે. પરંતુ અમારા ઝડપી વિકાસને જોતાં, આપણે આ લક્ષ્યને વહેલા સુધી પહોંચવાની જરૂર પડી શકે છે.”
કોન્ફરન્સમાં મુખ્ય ભાષણ થાઈલેન્ડમાં આવેલ રિસર્ચ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન, સ્કૂલ ઓફ ગ્લોબલ સ્ટડીઝ, થમ્માસાટ યુનિવર્સિટીના પ્રોફેસર ભરત દહિયા દ્વારા આપવામાં આવ્યું હતું,. તેમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્વીકૃતિને ટાંકી કે “એશિયન સેન્ચ્યુરી” પાછી આવવાની છે. જો કે પર્યાવરણીય પડકારો, ખાસ કરીને આબોહવા પરિવર્તન, નોંધપાત્ર જોખમો છે.