નવી દિલ્હીઃ કોંગ્રેસની સાથે સીટ વહેંચણી પર પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજ્યમાં બધી 13 લોકસભા સીટો જીતશે. જોકે તેમની પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધન વિશે સીધો જવાબ નહોતો આપ્યો.
પત્રકારોએ માનને જ્યારે પૂછ્યું હતું કે શું તેઓ લોકસભા ચૂંટણી માટે આપ અને કોંગ્રેસની વચ્ચે સીટ વહેંચણીની વ્યવસ્થાના પક્ષમાં છે. એ સવાલનો જવાબ આપવાથી તેમણે કર્યો હતો, પણ તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી પંજાબમાં બધી 13 લોકસભા સીટો જીતશે.પંજાબના લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરે છે અને તેમણે આપને 92 સીટો આપી દીધી છે. પાર્ટીને સત્તામાં પહોંચાડી છે, જેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે.