મુંબઈઃ બજારમાં 180 કરતાં વધુ ક્રિપ્ટો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ), એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ (ઈટીપી) અને ટ્રસ્ટ સક્રિય છે, જેમાંથી અડધી પ્રોડક્ટ્સ બિટકોઇનની મંદીના સમયગાળામાં લોન્ચ કરવામાં આવી છે. મોર્ગન સ્ટેનલીએ પોતાના સંશોધન અહેવાલમાં આ તારણ જણાવ્યું છે.
બ્લોકચેઇન પર આધારિત કાર્યોની વૃદ્ધિ થઈ રહી છે. રિપલ લેબ્સે બ્લોકચેઇન આધારિત કાર્બન ક્રેડિટ માર્કેટ વિકસાવવા માટે વેબ3 ક્લાઇમેટ સ્ટાર્ટઅપ થેલ્લો સાથે સહયોગ સાધ્યો છે. એ ઉપરાંત ભારતમાં રિઝર્વ બેન્કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી શરૂ કરવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું હોવાનો સંકેત આપ્યો છે. તેણે આ સંબંધેની એટલે કે ડિજિટલ રૂપીની કોન્સેપ્ટ નોટ પ્રકાશિત કરી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.92 ટકા (269 પોઇન્ટ) ઘટીને 28,829 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,098 ખૂલીને 29,410ની ઉપલી અને 28,661 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,098 પોઇન્ટ | 29,410 પોઇન્ટ | 28,661 પોઇન્ટ | 28,829 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 7-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |