મુંબઈઃ ફેડરલ રિઝર્વ આ સપ્તાહના ઉત્તરાર્ધમાં વ્યાજદર બાબતે શું વલણ અપનાવશે એની ચિંતાને પગલે સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટો ઘટાડો આવ્યો હતો. બિટકોઇન 19,000 ડોલરની નીચે સરકી ગયો હતો.
ગયા સપ્તાહે જૂન બાદના સૌથી વધુ ઘટાડા બાદ સોમવારે અમેરિકામાં પ્રી-માર્કેટમાં સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 0.9-0.9 ટકાનો ઘટાડો થયો હતો.
ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક મંગળવારે શરૂ થઈ રહી છે. આ કેન્દ્રીય બેન્ક વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે. એક ટકાનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
વિશ્લેષકો કહે છે કે જો ફેડરલ રિઝર્વ સાવચેતીભર્યું વલણ અપનાવશે તો ક્રીપ્ટોકરન્સી માર્કેટને જોરદાર વેગ મળી શકે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.85 ટકા (2,274 પોઇન્ટ)ના ઘટાડા સાથે 26,694 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,767 ખૂલીને 29,018ની ઉપલી અને 26,311 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,767 પોઇન્ટ | 29,018 પોઇન્ટ | 26,311 પોઇન્ટ | 26,694 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 19-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |