ઇન્ટરનેટ પર ગૂગલની સર્ચ-હિસ્ટરીને આ રીતે ડિલીટ કરો…
નવી દિલ્હીઃ તમે ગૂગલ પર જે કંઈ કામ કરો છો, એ બધાનો ડેટા ગૂગલ રેકોર્ડ કરે છે. આવામાં ડેટાના મિસ યુઝનું જોખમ ઝળૂંબતું હોય છે. તમે ગૂગલ કે યુટ્યુબ પરના સર્ચ એન્જિન પર કંઈ શોધવાના પ્રયાસ કરો છો, એની દરેક માહિતી ગૂગલની પાસે જતી રહે છે. આમ તો ગૂગલ ડેટાના મિસ યુઝ ન કરવાની વાત કહે છે, પણ તમારો ડેટા અન્ય પાસે હોય છે, તો ક્યારે તમારો ડેટા ખોટા હાથમાં ચાલી જાય અને મિસ યુઝ થાય તો? એટલે તમારે દરેક સ્તરે સાવધાન રહેવું જરૂરી છે. એ માટે સૌથી સારો વિકલ્પ છે કે તમે આ પ્રકારે એને ડિલીટ કરી દો…
Google.ગૂગલ પર સૌથી જરૂરી છે તમારું લોકેશન ડેટા સિક્યોર કરવાનું છે. ગૂગલે 2019માં લોકેશન ડેટા પોલિસીને અપડેટ કરી હતી. જે હેઠળ યુઝર્સની પાસે ઓટો ડિલીટ કન્ટ્રોલ્સ વિકલ્પ હોય છે. એનાથી તમે લોકેશન ડેટાને રોલિંગ બેઝિસ પર ડિલીટ કરી શકો છો. તમે ઇચ્છો તો incognito modeને પણ યુઝ કરી શકો છો.
આ રીતે હિસ્ટરી ડિલીટ કરો…
ગૂગલ અન્ય ઇન્ટરનેટ યુઝર્સને શું બતાવી રહ્યું છે, એ જોવા માટે તમારે બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટ પેજ પર જવાનું રહેશે.