વજન ઉતારવા અને કમરના દુખાવામાં ફાયદાકારક છે આ આસન

અત્યારે ઘણા લોકોની સિટિંગ જોબના કારણે નાની ઉમરમાં જ કમરના દુખાવાની તકલીફ થઈ જતી હોય છે. દવાઓથી પણ કોઈ ફાયદો થતો નથી. જો તમે ઘરે જ આ સમસ્યાઓને દુર કરવા માંગતા હોય તો રોજ 5 મિનિટ તાડાસન કરવાનું શરૂ કરી દો. આનાથી ધૂંટણનો દુખાવો, કમરનો દુખાવો તો દૂર થશે એની સાથે વજન પણ ઉતરશે અને અન્ય ફાયદાઓ પણ મળશે.

તાડાસન કરવાની રીત
  • સામાન્ય સ્થિતિમાં ઉભા થઈ જાઓ પછી કમર અને ગરદનને સીધી રાખો.
  • બંને હાથને માંથુ અને ખભાની ઉપર લઈ જાઓ અને શ્વાસ અંદર લેતા શરીરને ઉપરની તરફ ખેંચો, પગના તળિયા પર ઉભા થઈ જાઓ.
  • હવે પગની આંગળીઓથી લઇને હાથની આંગળીઓ સુધી ખેંચાણ અનુભાવશે.
  • ઘીરે ધીરે શ્વાસ છોડતા શરીર અને હાથને સામાન્ય સ્થિતિમાં લઈ જાઓ.
  • આ આસન 4-5 વાર કરવું. વચ્ચે તમે 1-2 મિનિટનો રેસ્ટ લઈ શકો છો.
સવારે આ આસન કરવાથી સૌથી વધારે ફાયદાઓ પણ છે. શરીરમાં બ્લડ સર્કયુલેશન વધારવા માટે તાડાસનનો અભ્યાસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તાડાસન કરવાથી એનર્જી વધે છે અને શરીરની મુદ્રામાં સુઘારો થાય છે. તેથી દરરોજ 5-10 મિનિટ સુધી આરોગ્ય લાભ માટે તાડાસનનો અભ્યાસ કરવો જોઈએ.
તાડાસનના ફાયદાઓ
  • કિશોરાવસ્થામાં ઉંચાઈ વધારવામાં આ આસન ઉપયોગી બને છે.
  • ફેફસાની કાર્યશક્તિ વધે છે.
  • શરીરના વાયુવિકાર સંતુલિત કરે છે.
  • પાચન ક્રિયા મજબૂત બને છે.
  • શારીરિક અને માનસિક સંતુલનનો વિકાસ થાય છે.
  • વજન ઘટાવડામાં ઉપયોગી આસન છે.
  • આ આસન કરવાથી માંસપેશિઓમાં થતા દુખાવાથી આરામ મળે છે.
  • આ આસન બોડીને શેપમાં રાખવામાં પણ ઉપયોગી છે.
  • આ આસન નિયમિત કરવાથી પગ મજબૂત બને છે.
તાડાસન કોને ન કરવું…
  • જે વ્યક્તિઓએ હાથ પગની નાની મોટી સર્જરી કરાની હોય તેંમણે આ આસન કરવું નહી.
  • ગર્ભવસ્થામાં આ આસન કરવું નહી.
  • જેમને ચક્કર આવતા હોય તેમણે આ આસન ન કરવું.
  • બ્લડ પ્રેશર હોય તેવો લોકોને તાડાસન ન કરવું અથવા વિશેષજ્ઞની સલાહ લઇને કરવું.
  • ભોજન કર્યા બાદ આ આસન ન કરવું.