આજે આખો દેશ જ્યારે ‘corona’ મહામારી સામે લડત આપી રહ્યો છે ત્યારે આ એકવીસ દિવસના લોકડાઉન સમયમાં આપણને સૌને સૌથી વધારે ચિંતા છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવાની કે પછી એને વધારવાની.
હા, આ માટે આપણે ક્યાંય બહાર જવાની જરૂર નથી. બલ્કે, આપણા કિચનમાં જ એનો ઉપા છે. આપણા કિચનમાં રહેલી સાધન સામગ્રીનો જ ઉપયોગ કરીને આપણે આપણા બોડી અને આપણી હેલ્થને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ એ જાણીએ.
- વિટામીન સી એ શરીર માં રોગ પ્રતીકારક શકિતનો વધારો કરતો સોર્સ છે. લીંબુ એ વિટામીન સી નું પાવર હાઉસ છે. તો આપણે દિવસમાં 2-3 વખત લીંબુ પાણી પીવું જોઈએ. હવે આ લીંબુ પાણીમાં શેકેલા જીરાનો પાવડર નાખી એને હજી વધુ લાભકારી બનાવી શકાય છે. જીરુ એ પાચનક્રિયા સારી કરે છે. બેઠા બેઠા જે શરીરમાં ગેસ બને કે અપચો થાય તો આવું ચપટી શેકેલું જીરા પાવડરવાળુ લીંબુ પાણી ખૂબ ઉપયોગી નીવડે.
2. એક ગ્લાસ પાણીને ગરમ કરી તેમાં ચપટી હળદર, બે પત્તા ફુદીનો અને એક લીંબુ નો રસ, એક ચમચી મધ નાખીને આ ગરમ પાણી પીવાથી ફાયદો થાય. એ શરીરને અંદરથી સાફ રાખે છે અને બેકટેરીયા મુક્ત રાખે છે.
3. મરી કે જે દાહક છે અને એમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડન્ટ છે. તેમજ મરી એ બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ઘેર બેઠા બેઠા કોઈ ફ્રુટ કાપીને ખાઓ જેમ કે તડબૂચ, સફરજન, જામફળ તો તેના પર ચપટી મરી પાવડર છાંટવાથી ટેસ્ટ તો આવશે જ, પણ હેલ્થ માટે ય ખૂબ સારો પ્રયોગ રહેશે.
4. આપણે ફુલ ટાઈમ ઘેર બહુ શારિરીક પ્રવૃત્તિ ના કરતા હોઈએ એટલે સ્વભાવિક રીતે જ કંટાળો આવવો, ઊંઘ ના આવવી વગેરે જેવું થાય. આવા સમયે એક વાટકો દહીં અને નાના નાના કટકામાં કાપેલી એક ડુંગળી લેવી. ડુંગળી એ એન્ટી ડિપ્રેશન કવોલીટી ધરાવે છે તેમજ ગળું સાફ રાખવામાં મોટો ભાગ ભજવે છે. ડુંગળીના કટકાને દહીંમાં મિક્સ કરી તેમાં થોડું મીઠું અને થોડો જીરુ પાવડર નાખી આ બાઉલ ને તમારા લન્ચમાં રેગ્યુલર ઉમેરો. આરામથી ત્રણ-ચાર કલાકની શાંતિપૂર્ણ ઊંઘ આવશે.
5. પાકી કેરી એ વિટામીન ‘સી’ અને વિટામીન એ નો સોર્સ છે ત્યારે કેરી પણ ખાવી જોઈએ.
6. ફજેતો- ગુજરાતી ઘરોની આઈકોનીક ડીશ છે. ગુણોનો ભંડાર છે. કેરીના ગોટલાને ધોઈને નીકળતા ગળ્યા પાણીમાંથી બનતો તજ, લવીંગ અને મરી, મીઠાં લીમડાના વઘારવાળો ગરમ ફજેતો પણ ઈમ્યુનીટી & એનર્જી બુસ્ટર છે.
7. કાચી કેરીનો બાફલો એ પણ વિટામીન સી આપે છે. કાચી કેરીને બાફી નાખો. પછી એમાંથી નીકળતો પલ્પને એક ગ્લાસ ગરમ પાણીમાં શેકેલું જીરું અને ગોળ ઉમેરીને મિક્સ કરી દઇએ. આ પીણું ભરપૂર એન્ટી ઓકસીડન્ટ અને ઈન્સટન્ટ એનર્જીનો સોર્સ છે. આ ત્રણ વસ્તુના મિક્ષચરથી બનતો બાફલો રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.
સુકી દ્રાક્ષ, દહીં અને ગાજરનું રાયતું
વિટામીન સી અને વિટામીન એ આપણાં શરીર માટે ખૂબ જ મહત્વના છે.
- એક ગાજર, એક બાઉલ દહીં
- બે મોટી ચમચી દ્રાક્ષ (સૂકી)
- એક ચમચી દળેલી ખાંડ
રીત:- દ્રાક્ષને સહેજ ઘી લઈ તેમાં બે મિનિટ શેકી લઈ સાઈડમાં મૂકી દો. હવે ગાજરને છીણી લો. એક બાઉલમાં દહીં લઈ તેમાં ખાંડ, ગાજરનું છીણ અને શેકેલી દ્રાક્ષ નાખી હલાવી લો. હેલ્ધી કર્ડ રાયતું રેડી છે.
(અભિનિશા ઝુબીન આશરા)