ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025: આ રહી સંપૂર્ણ યાદી, નોમિનેશનમાં હતી ભારતીય ફિલ્મ

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025 (Golden Globes Awards 2025)ની શરૂઆત થઈ ગઈ છે. ગોલ્ડન ગ્લોબ્સ 2025 વિજેતાઓની સંપૂર્ણ સૂચિ હવે જાહેર કરવામાં આવી છે. હોલીવુડે બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્ટન ખાતે ગોલ્ડન ગ્લોબ્સ 2025 નું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર ફિલ્મ અને ટેલિવિઝનના સ્ટાર્સ હતા.

એમિલિયા પેરેઝને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. અન્ય નોમિનેશન્સમાં ‘ધ બેર’, ‘શોગુન’, ‘વિકેડ’ અને ‘ચેલેન્જર્સ’નો સમાવેશ થાય છે. ભારતની એકમાત્ર આશા પાયલ કાપડિયાની ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ ફિલ્મ નોમિનેશનમાં હતી, પણ એવોર્ડ જીતવામાં થોડી પાછળ રહી ગઈ. તેના બદલે, ‘એમિલિયા પેરેઝ’ શ્રેષ્ઠ નોન-અંગ્રેજી ફિલ્મ કેટેગરીમાં ટ્રોફી જીતી છે.

પાયલ કાપડિયાની ફિલ્મ બે કેટેગરીમાં નોમિનેટ થઈ હતી

ભારતમાં પણ દરેકની નજર આ એવોર્ડ સમારોહ પર ટકેલી હતી, કારણ કે દિગ્દર્શક પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આ ફિલ્મ બંને શ્રેણીમાંથી બહાર થઈ ગઈ છે. નોન-અંગ્રેજી કેટેગરીમાં ફ્રેન્ચ મ્યુઝિકલ ક્રાઈમ કોમેડી મૂવી એમિલિયા પેરેઝે જીતી છે અને બ્રેડી કોર્બેટને બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ મળ્યો છે.

અહીં સંપૂર્ણ યાદી જુઓ

શ્રેષ્ઠ ફિલ્મ (ડ્રામા) – ધ બ્રુડલિસ્ટ

ડ્રામા ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેતા – એડ્રિયન બ્રોડી, ધ બ્રુટાલિસ્ટ
ડ્રામા ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રી – ફર્નાન્ડા ટોરેસ, આઈ એમ સ્ટીલ હીયર
શ્રેષ્ઠ ટેલિવિઝન સીરિઝ (ડ્રામા) – શોગુન
ડ્રામા ટેલિવિઝન સીરિઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી – અન્ના સવાઈ, શોગુન
શ્રેષ્ઠ ટેલિવિઝન સીરિઝ (મ્યુઝિકલ અથવા કોમેડી) – હેક્સ
શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેતા ટેલિવિઝન: તાદાનોબુ આસાનો, શોગુન
શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી ટેલિવિઝન: જેસિકા ગનિંગ, બેબી રેન્ડીયર
શ્રેષ્ઠ ટેલિવિઝન અભિનેતા ડ્રામા સીરિઝ: હિરોયુકી સનાદા, શોગુન
શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેતા મોશન પિક્ચરઃ કિરન કલ્કિન, અ રિયલ પેઈન
શ્રેષ્ઠ ટેલિવિઝન અભિનેત્રી મ્યુઝિકલ/કોમેડી સિરીઝ: જીન સ્માર્ટ, હેક્સ
શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી મોશન પિક્ચરઃ ઝો સલદાના, એમિલિયા પેરેઝ
શ્રેષ્ઠ ટેલિવિઝન અભિનેતા – મ્યુઝિકલ/કોમેડી શ્રેણી: જેરેમી એલન વ્હાઇટ, ધ બેર
શ્રેષ્ઠ ચિત્ર – બિન-અંગ્રેજી ભાષા: એમિલિયા પેરેઝ
ટેલિવિઝન પર સ્ટેન્ડ-અપ કોમેડીમાં શ્રેષ્ઠ પ્રદર્શન: અલી વોંગ
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે મોશન પિક્ચરઃ પીટર સ્ટ્રોગન, કોન્ક્લેવ