દુબઈ જતા ભારતીય મુલાકાતીઓની સંખ્યા બમણી થઈ

દુબઈના આર્થિક અને પર્યટન વિભાગના જણાવ્યાનુસાર, દુબઈની મુલાકાતે આવતા ભારતીય મુલાકાતીઓની સંખ્યા આ વર્ષના છ મહિનામાં ડબલ થઈ છે.

જાન્યુઆરીથી જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન ભારતમાંથી 8.58 લાખ લોકો દુબઈની મુલાકાતે આવ્યાં હતાં. આ આંકડો ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 4.09 લાખ હતો.

આ વર્ષના પહેલા છ મહિના દરમિયાન દુનિયાભરમાંથી 71.2 લાખ જેટલા લોકો દુબઈ આવ્યાં હતાં.

આ આંકડો ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણો થયો છે. આને કારણે દુબઈ વિશ્વનું સૌથી વધારે મુલાકાત લેવાયેલું સ્થળ બન્યું છે.

દુનિયાભરનાં પર્યટકો-મુલાકાતીઓની સંખ્યામાંનો આ વધારો અમિરાતના અર્થતંત્રની સુગમતા અને ગતિશીલતાનું પ્રતિબિંબ દર્શાવે છે.