મુંબઈ મેરેથોન-2019માં માનવ મહેરામણ ઉમટ્યો…

મુંબઈમાં 20 જાન્યુઆરી, રવિવારે 16મી ટાટા મુંબઈ મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં કેન્યાના કોસમાસ લગાતે પુરુષોના વર્ગની રેસ જીતી હતી જ્યારે મહિલાઓનાં વર્ગમાં ઈથિયોપીયાની વોર્કનેશ અલેમુ પહેલી આવી હતી. દર વર્ષની જેમ આ વખતની મેરેથોનમાં પણ હજારો લોકોએ ભાગ લીધો હતો. રેસને વહેલી સવારે 5.40 વાગ્યે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનેથી ઓલિમ્પિક્સ મેડલવિજેતા મહિલા બોક્સર એમ.સી. મેરી કોમે લીલી ઝંડી બતાવી હતી. રેસમાં 46,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેસમાં કુલ 4 લાખ પાંચ હજાર ડોલરની રકમના ઈનામો આપવામાં આવ્યા હતા. ભારતીયોના વર્ગમાં પુરુષોમાંથી નિતેંદ્રસિંહ રાવત પહેલો આવ્યો હતો જ્યારે મહિલાઓમાં સુધા સિંઘ પહેલી આવી હતી. અગાઉ આ રેસ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મેરેથોન તરીકે ઓળખાતી હતી, પણ હવે ટાટા મુંબઈ મેરેથોન બની છે.

કેન્યાનો દોડવીર બન્યો વિજેતા


ઈથિયોપીયાની રનર બની મહિલાઓનાં વર્ગની વિજેતા


મેરી કોમ અને ઓલિમ્પિયન આદિલ સુમારીવાલા ફિનિશ લાઈન પાસે. વિજેતાને આવકારવા ઊભાં છે


ઉદ્યોગપતિ અનિલ અંબાણી




પશ્ચિમ રેલવેના અધિકારીઓ, સ્ટાફના સંઘે પણ રેસમાં ભાગ લીધો હતો. આગેવાની જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ લીધી હતી.




અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ રેસમાં ભાગ લીધો હતો. રેસ ફિનિશ કરી એનો મેડલ બતાવે છે.


અભિનેત્રી કાજલ અગ્રવાલ


અભિનેત્રી કાજલ અગ્રવાલ








































મેરી કોમે રેસને લીલી ઝંડી બતાવી હતી