GallerySports મહિલાઓની ક્રિકેટ T20 વર્લ્ડ કપ સ્પર્ધાની ટીમોની કેપ્ટનોની સમૂહ તસવીર… February 17, 2020 મહિલાઓની આગામી ક્રિકેટ T20 વર્લ્ડ સ્પર્ધા ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. 21 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ સ્પર્ધામાં યજમાન ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત 10 ટીમ ભાગ લેશે. તમામ ટીમોની કેપ્ટનોએ 17 ફેબ્રુઆરી, સોમવારે સિડનીમાં ટ્રોફી સાથે સમૂહ તસવીર માટે પોઝ આપ્યો હતો.તસવીરમાં ડાબેથી જમણે આ કેપ્ટનો છેઃ સોર્નેરીન ટીપોક (થાઈલેન્ડ), સ્ટીફેની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ), હરમનપ્રીત કૌર (ભારત), સોફી ડેવીન (ન્યૂઝીલેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), હીધર નાઈટ (ઈંગ્લેન્ડ), સલમા ખાતુન (બાંગ્લાદેશ), ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા), બિસ્માહ મારૂફ (પાકિસ્તાન) અને ડેન વાન નાઈકર્ક (સાઉથ આફ્રિકા)ભારતને ગ્રુપ-Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપની અન્ય ટીમો છેઃ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ. ગ્રુપ-Bમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન છે.ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌર. સ્પર્ધાની પ્રારંભિક મેચમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુકાબલો થવાનો છે. ફાઈનલ મેચ 8 માર્ચે મેલબોર્નમાં રમાશે.