GallerySports લિયોનેલ મેસ્સીએ છઠ્ઠી વાર જીત્યો ‘ગોલ્ડન બોલ’ એવોર્ડ… December 3, 2019 બાર્સેલોના ટીમના ખેલાડી લિયોનેલ મેસ્સીએ સોકર રમતનો સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ડન બોલ એવોર્ડ કારકિર્દીમાં છઠ્ઠી વાર જીત્યો છે. આ એવોર્ડ એને 2 ડિસેંબર, સોમવારે પેરિસમાં આયોજિત સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો.રિયલ મેડ્રિડના લુકાસ મોડ્રિક પાસેથી એણે એવોર્ડ સ્વીકાર્યો હતો.લિવરપૂલ ટીમના એલિસન બેકરને બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.અમેરિકાની મેગન રેપીનોને બેસ્ટ મહિલા સોકર ખેલાડી તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જુવેન્ટસનો ખેલાડી મથાઈસ ડી લાઈટ એની ગર્લફ્રેન્ડ એનીકી સાથે સાથે એવોર્ડ સમારંભમાં આવ્યો હતો. લિયોનેલ મેસ્સી એણે જીતેલી તમામ છ 'ગોલ્ડન બોલ' ટ્રોફીઓ સાથે... લિયોનેલ મેસ્સી એની પત્ની અને બે પુત્રો સાથે