ઊર્જાવાન જીવન જીવવા માટે યોગનો અભ્યાસ ખૂબજ જરૂરી છે. કાર્યમાં ઉત્સાહ જળવાઇ રહે તે માટે અન્ય તાલીમની સાથે શાંતિમય, સ્વસ્થ અને સ્ફૂર્તિમય જીવન જીવવાની તાલીમ પણ લેવી જોઇએ તેમ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
વિધાનસભા સચિવાલય ખાતે કર્મયોગીઓના સ્વસ્થ્ય જીવન પ્રણાલી માટે યોગ અભ્યાસ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વિધાનસભાના કર્મયોગીઓના સર્વાંગી વિકાસ માટેનો છેલ્લા ૧ વર્ષમાં આ ચોથો કાર્યક્રમ છે.
યોગમાં શ્વાસોશ્વાસના વિવિધ પ્રયોગો અને તેના ફાયદા પંચતત્વોની સ્વ અનુભૂતિ અને વિઝ્યુલાઇઝેશન જેવી પદ્ધતિ દ્વારા જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે જેના પરિણામે અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યશક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે.