ભરૂચથી માલ્દા દોડી ‘કિસાન રેલ’ની કાંદા સ્પેશિયલ

પશ્ચિમ રેલવેએ પહેલી જ વાર કિસાન સ્પેશિયલ ટ્રેન દ્વારા 228.11 ટન કાંદા ગુજરાતના ભરૂચથી પશ્ચિમ બંગાળના માલ્દા શહેર ખાતે મોકલ્યા છે. ભારત સરકારે દેશના ખેડૂતોને મદદરૂપ થવા માટે દેશભરમાં કિસાન રેલ ટ્રેનો શરૂ કરી છે. જેના દ્વારા ખેડૂતોના નાશવંત કૃષિ ઉત્પાદનોને કોઈ પણ પ્રકારના વિલંબ વિના આંતર-રાજ્ય બજારો સુધી પહોંચાડવામાં આવે છે. કાંદા ભરેલી ટ્રેન મોકલવાથી પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગને રૂ. 11 લાખની આવક થઈ છે.