વારાણસી એક ઐતિહાસિક નગરી છે. એમાંય દશાશ્વમેધ ઘાટ ની આરતીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પૌરાણિક કથાઓ અનુસાર અશ્વમેઘ યજ્ઞો આ જગ્યાએ જ કરવામાં આવતા.
ભારત વર્ષનું કાશી–વારાણસી એક વિશિષ્ટ શહેર છે.
એમાંય ભાજપના લોકસભા-2019ના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી વારાણસીમાં ફરીથી ચૂંટણી લડશે. 2014ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીતેલા નરેન્દ્ર મોદી હાલ વડાપ્રધાન છે.
વારાણસીમાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી દશાશ્વમેધ ઘાટ પર આરતીમાં ભાગ લેશે.
ચિત્રલેખાની ટીમની વારણસી ચૂંટણી કવરેજ વેળાએ લીધેલી ઘાટ પર વિશિષ્ટ આરતીની એક તસવીરી ઝલક….
તસવીર-અહેવાલ પ્રજ્ઞેશવ્યાસ