વારાણસીમાં મોદીએ રોડ શો કર્યો, ગંગા આરતી કરી…

0
578
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે વારાણસીમાંથી એમનું ઉમેદવારીપત્ર ભરવાની પૂર્વસંધ્યાએ, 25 એપ્રિલ, ગુરુવારે વારાણસી શહેરમાં રોડ શો કર્યો હતો અને સાંજે દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા આરતીમાં સહભાગી થયા હતા. એમની સાથે ભાજપપ્રમુખ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ ભાજપ એકમના પ્રમુખ મહેન્દ્રનાથ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટી કેમ્પસથી દશાશ્વમેધ ઘાટ સુધીનો રોડ શો લગભગ સાત કિલોમીટર લાંબો રહ્યો હતો. મોદીની ઝલક જોવા માટે સમગ્ર રૂટ પર પ્રચંડ માનવમહેરામણ ઉમટ્યો હતો. પ્રશંસકોએ મોદી પર પુષ્પવર્ષા કરી હતી. મોદીએ હાથ હલાવીને સહુનું અભિવાદન કર્યું હતું.