અંબાજીઃ આજે મહા સુદ પૂર્ણિમા છે અને આ પૂર્ણિમા મોટી પૂનમ હોવાથી અંબાજીમાં સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને આતંકીહુમલા બાદ અંબાજી મંદિરમાં સુરક્ષાને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અંબાજી મંદિરમાં પોલીસ, જીઆઇએસએફ, બોર્ડરવીંગ સહિત મંદિર ગાર્ડના જવાનો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાયેલા છે. સુરક્ષાકર્મીઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આજે અંબાજી પહોંચેલા યાત્રીકોને પણ તપાસ કરીને માટે જવા દેવામાં આવતા હતા એટલું જ નહીં સુરક્ષાને લઈ યાત્રિકો પણ જાણે રાહત અનુભવતા હોય તેવું જોવા મળ્યું હતુ. શ્રદ્ધાળુઓએ આંતકવાદી હુમલાના પગલે નિવેદન કર્યું હતું કે અંબાજી માં સુરક્ષા હજી વધુ કડક કરવી જોઈએ.