વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 જુલાઈ, શુક્રવારે ચીન સાથે સરહદ બનાવતા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ ગયા હતા. ત્યાંના લેહ નગર તથા નિમૂ સ્થળે જઈને સરહદનું રક્ષણ કરતા જવાનોને મળ્યા હતા. એમની સાથે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને લશ્કરી વડા મનોજ નરવણે પણ હતા.
વડા પ્રધાને લેહમાં મિલિટરી હોસ્પિટલમાં જઈને ત્યાં સારવાર લેતા ઘાયલ જવાનોને પણ મળ્યા હતા અને એમના જુસ્સા તથા બહાદૂરીની પ્રશંસા કરી હતી.
ચીન સાથે સરહદ પર થયેલી તંગદિલીના સંદર્ભમાં સરહદ પર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન ઓચિંતા લેહ-લદાખ પહોંચ્યા હતા.