સુરતઃ શહેરનાં દોઢ લાખથી વધારે બાળકો અને સુરતીઓએ તાપી નદીનાં જન્મ દિવસ પર લવ તાપી કેર તાપી ઝુંબેશ અંતર્ગત સંકલ્પ લીધો હતો.
આ સાથે તાપી નદીને સ્વચ્છ રાખવા અને ફરીપાછી બેઉ કાંઠે વહેતી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 500થી વધારે ટ્વીટ કરાયા હતા.
લવ એન કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લવ તાપી કેર તાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત તાપીને દૂષિત થતા અટકાવવા અને એ અંગે જાગૃતિ લાવવા માટે કામ કરવામાં આવે છે.
લવ એન કેર ચેરિટેબલ ટ્રસ્ટનાં ડો.દિપ્તી અને ડો.દિપક પટેલે જણાવ્યું કે-તાપીનાં જન્મ દિવસે શહેરની જુદી-જુદી સ્કૂલનાં દોઢ લાખથી વધારે બાળકોએ તાપીનાં સંવર્ધન માટે સંકલ્પ લીધા હતા.