મુંબઈવાસીઓ સાવધાનઃ નહીં તો ‘યમરાજ’ ઉપાડી જશે…

સાવધાનઃ ઉતાવળ કરીને, સ્ટેશન પરનો પૂલ ચડીને બીજા પ્લેટફોર્મ પર જવાને બદલે ખોટી રીતે રેલવેના પાટા ઓળંગશો તો હવે સ્વયં 'યમરાજ' ઉઠાવીને લઈ જશે. મુંબઈવાસી રેલવે પ્રવાસીઓને પશ્ચિમ રેલવે તરફથી આ અનોખી રીતે ચેતવણી આપવામાં આવી છે.


પશ્ચિમ રેલવેએ તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે 'અનધિકૃત રીતે રેલવેના પાટા ઓળંગશો નહીં. એ જીવલેણ બની શકે છે. જો તમે ગેરકાયદેસર રીતે પાટા ક્રોસ કરશો તો સામે યમરાજ ઊભા છે...'


પશ્ચિમ રેલવેએ રેલવે પોલીસ ફોર્સ સાથે મળીને 'યમરાજ'ના પાત્રના માધ્યમ દ્વારા જનજાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું છે.


આ તસવીરો અંધેરી સ્ટેશનની છે. જ્યાં આરપીએફના એક જવાનને યમરાજનો વેશ ધારણ કરાવીને ફરજ પર મૂકવામાં આવ્યો છે. એણે નિયમ તોડીને પાટા ક્રોસ કરનારાઓને આ રીતે નાટ્યાત્મક રીતે ઉપાડી લીધા હતા.




ગેરકાયદેસર રીતે પાટા ક્રોસ કરવા એ જાન માટે જોખમી છે તેમજ કાયદેસર ગુનો પણ છે.