‘એર ફેસ્ટ-2019’માં હવાઈ દળના જવાનોનાં દિલધડક કરતબ…

ભારતીય હવાઈ દળે તેના 87મા સ્થાપનાદિનની ઉજવણીના ભાગરૂપે 10 નવેંબર, રવિવારે નાગપુરમાં વાયુનગર ખાતે 'એર ફેસ્ટ-2019' નામના એર શોનું આયોજન કર્યું હતું જેમાં તેના પાઈલટ-જવાનોએ વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ બતાવ્યા હતા. ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાલ નાગપુરમાં જ છે. એમાંના કોચ રવિ શાસ્ત્રી, શિખર ધવન, રિષભ પંત, મનીષ પાંડે રવિવારે તેઓ હવાઈ દળની 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ'ના જવાનોને મળ્યા હતા. જવાનો એમના ઓરેન્જ રંગનાં યુનિફોર્મમાં સજ્જ હતાં.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]