GalleryEvents મોદીએ દક્ષિણ કોરિયામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું February 21, 2019 વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઈન નાં આમંત્રણને માન આપીને હાલ એ દેશની બે-દિવસની મુલાકાતે ગયા છે. મોદીએ 21 ફેબ્રુઆરી, ગુુરવારે સોલ શહેરમાં યોન્સાઈ યુનિવર્સિટી ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે દક્ષિણ કોરિયાઈ પ્રમુખ, એમના પત્ની કિમ જુન્ગ-સૂક, સંયુક્ત રાષ્ટ્રો સંસ્થાના ભૂતપૂર્વ મહામંત્રી બાન કી-મૂન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. યોન્સાઈ યુનિવર્સિટી દક્ષિણ કોરિયામાં સૌથી પ્રતિષ્ઠિત ગણાય છે. ગાંધીજીને દક્ષિણ કોરિયામાં વિશ્વ શાંતિના પ્રણેતા તરીકે માની એમનો આદર કરવામાં આવે છે. આ પ્રસં મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીનું આ 150મું જન્મજયંતી વર્ષ છે તેથી એમની અર્ધપ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું છે એ આનંદની વાત છે.સોલ શહેરમાં ભારતીય વસાહતીઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગતઈન્ડિયા કોરિયા વ્યાપાર પરિસંવાદમાં સંબોધન કરતા પીએમ મોદી