ઓસાકામાં ભારતીય મૂળનાં લોકો દ્વારા મોદીનું સ્વાગત…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી G20 શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના ઓસાકા શહેર ખાતે ગયા છે. ત્યાં ૨૭ જૂન, ગુરુવારે ભારતીય મૂળનાં લોકોએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોદીએ બાદમાં ટ્વીટ કરીને કહ્યું કે, ‘આ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું ભારતીય સમુદાયનાં લોકોનો આભારી છું.’ દુનિયાના ટોચના 20 સમૃદ્ધ દેશોનું શિખર સંમેલન ઓસાકામાં 28-29 જૂને યોજાવાનું છે. વડા પ્રધાન મોદીને આ સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે. તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંમેલન દરમિયાન વ્યક્તિગત રીતે મળે એવી ધારણા છે.