અમદાવાદઃ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત 30 જેટલા ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે મોંઘેરા મહેમાન પધારવાનાં છે. ટ્રમ્પનું મેગાસિટીમાં રોકાણ સાડા ત્રણ કલાકનું રહેશે. તેઓ તેમના ખાસ વિમાન મારફતે સવારે 11:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે.
જે બાદ પીએમ નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. આ ઐતિહાસિક ઘટના માટે ગુજરાતીઓએ ઘણી જ મહેનત કરી છે. તેમનું સ્વાગત પણ ઐતિહાસિક રીતે કરવામાં આવશે.
ત્યારે આજે સવારથી જે લોકો અવનવા નૃત્ય અને વાંજિત્રો વગાડીને મહાસત્તાનું સ્વાગત કરવાનાં છે તે લોકો પોતાની જગ્યાએ આવી ગયા છે.
આ સાથે સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે તેમના રોડ શોના રુટ પર પણ મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે પહોંચી ગયા છે.
આ સાથે જ સીક્યુરિટી ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)
