ઈશાન ભારતના રાજ્ય મિઝોરમના લુન્ગ્લેઈ જિલ્લા તથા આસપાસના વિસ્તારોના જંગલમાં 26 એપ્રિલ, સોમવારે ભયાનક આગ લાગતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદ માગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ પગલું ભર્યું હતું અને આગને બુઝાવવા માટે હવાઈ દળના મિગ-17 હેલિકોપ્ટરોએ કામગીરી શરૂ કરી હતી.