અમદાવાદ– રસોઇને સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલાનો ઉપયોગ આવશ્યક છે. ભાવતાં ભોજન મેળવતાં ઘરના સભ્યો માટે ગૃહિણીઓ પહેલાંના વખતમાં આખા મરચાં, હળદર જેવી સામગ્રી લાવી જાતે ખાંડી બારેમાસ ચાલે એવી રીતે સાચવતી.. હવે બજારમાં તૈયાર મરી-મસાલાં- તેજાનાના પેકિંગ મળતા હોવાથી ઘણી સરળતા થઇ ગઇ છે. હાલ મસાલાંની મોસમ ચાલી રહી છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મરચાં-મસાલાંની ખડીઓ લાગી ગઇ છે. મોટી સંખ્યામાં ગૃહિણીઓ મસાલાં પોતાની સામે જ મસાલાં દળાવવાનો આગ્રહ રાખે છે, અને બારેમાસ ચાલે એ રીતે રસોઇમાં ઉપયોગ કરે છે.અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ