GalleryEvents મુંબઈમાં CAAના સમર્થન, વિરુદ્ધમાં નીકળ્યા મોરચા… December 22, 2019 મુંબઈમાં 22 ડિસેંબર, રવિવારે જુદા જુદા સ્થળોએ લોકોએ નાગરિકતા સુધારિત કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ની તરફેણમાં અને વિરુદ્ધમાં મોરચા કાઢ્યા હતા. બંને પ્રકારના મોરચામાં સેંકડો-હજારો લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને નીકળ્યા હતા. CAAમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી 2014ની 31 ડિસેંબર પહેલાં ભારત આવી પહોંચેલા ત્યાંની છ લઘુમતી કોમનાં લોકો - હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી લોકોને ભારતમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.તમામ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બધા મોરચા શાંતિપૂર્ણ રહ્યા હતાદાદર (પશ્ચિમ)માં, 'સંવિધાન સન્માન મંચ' સંસ્થાએ કાયદાના સમર્થનમાં મોરચો કાઢ્યો હતો. સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોએ સેંકડો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં નારા લગાવ્યા હતા.બાન્દ્રા-માહિમના ધારાવી વિસ્તારમાં CAAની વિરુદ્ધમાં તેમજ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામીયા યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ પર પોલીસે લીધેલા બળપૂર્વકનાં પગલાની વિરુદ્ધમાં મોરચો કાઢવામાં આવ્યો હતો.મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં CAAની વિરુદ્ધમાં મોરચો કાઢવામાં આવ્યો હતો.