ભારતે વધુ 2,000 મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા

અફઘાન લોકોને માનવતાભરી સહાયતા કરવાના રૂપે ભારત સરકારે 2000 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો 15 માર્ચ, મંગળવારે પાકિસ્તાન માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો છે. આ સાથે ભારત તરફથી અફઘાનિસ્તાનને અત્યાર સુધીમાં મોકલવામાં આવેલા ઘઉં-સહાયતાના કુલ જથ્થાનો આંક 8,000 મેટ્રિક ટન થયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ઘઉંનું વિતરણ ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ અન્ન સહાયતા સંસ્થા વચ્ચેની ભાગીદારી અંતર્ગત કરાશે.

ભારત તરફથી માનવીય સહાયતાની આ ચોથી ખેપ મોકલી છે. 50 ટ્રક ભરીને ઘઉં અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા છે.

ભારત તરફથી માનવીય સહાયતાની આ ચોથી ખેપ મોકલી છે. 50 ટ્રક ભરીને ઘઉં અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા છે.

ભારતે અફઘાનિસ્તાનમાં કોવેક્સિન કોરોના-વિરોધી રસીના પાંચ લાખ ડોઝ પણ મફત સહાય તરીકે મોકલ્યા છે.

(તસવીર સૌજન્યઃ @MEAIndia અને @WFP_Afghanistan )

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]