એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર પર ‘ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ’ ધ્વજારોહણ

જાગતિક પર્યાવરણ રક્ષણ માટે ભારતમાંથી શરૂ કરવામાં આવેલી ‘ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ’ ઝુંબેશમાં દેશે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઝુંબેશના પ્રતિક સાથેનો ધ્વજ ધરતી પરના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા પર્વતના શિખર પર ફરકાવવામાં આવ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની વધારે સારી રીતે સંભાળ-માવજત કરીને માનવજાતિને સ્વચ્છ હવા પ્રદાન થાય એવા ઉદ્દેશ્ય સાથે અને વૃક્ષારોપણના મહત્ત્વ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે ગ્રીન ઈન્ડિયા ચેલેન્જ શરૂ કરવામાં આવી છે.

ભૂપતિરાજુ અન્મિષ વર્માએ બરફાચ્છિત એન્ટાર્કટિકા ખંડ (મહાદ્વીપ)ના સૌથી ઊંચા પર્વત માઉન્ટ વિંસન પર સફળતાપૂર્વક આરોહણ કરીને તેની ટોચ પર જઈને ગ્રીન ઈન્ડિયા ચેલન્જ ધ્વજ ફરકાવ્યો હતો. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) પાર્ટીના રાજ્યસભાના સદસ્ય જોગિનાપલ્લી સંતોષ કુમારે ગ્રીન ઈન્ડિયા ચેલેન્જની શરૂઆત કરાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]