GalleryEvents કશ્મીરમાં હિમવર્ષાની સંભાવના; લેહમાં માઈનસ 6.3 ડિગ્રી ઠંડી… November 25, 2019 કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થવાનો સંભવ છે. અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ લડાખનું લેહ શહેર 24 નવેંબર રવિવારે માઈનસ 6.3 ડિગ્રી ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું. કારગીલ અને ગંડેરબાલ જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓ અને સૈનિકો શ્રીનગર-લેહ રોડ ખુલ્લો રહે એ માટે જોખમી એવા ઝોજીલા પાસ ખાતે બરફના ઢગલા સતત હટાવતા રહે છે. જોકે વહીવટીતંત્રએ અપીલ કરી છે કે આ રસ્તા પરથી હાલ પ્રવાસ ન કરવો, કારણ કે ટ્રાફિક જામ થાય છે. જમ્મુ અને કશ્મીરના અનેક ભાગોમાં તાપમાન અનેક ડિગ્રી નીચે જતાં ઠંડી ખૂબ વધી ગઈ છે. ઉત્તર કશ્મીરના કારગીલ, ગુલમર્ગમાં અનુક્રમે માઈનસ 3.8 અને માઈનસ 1.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.