શ્રાવણના પ્રથમ દિવસે શિવ ભક્તિમાં લીન થયા ભક્તો…

અમદાવાદઃ આજથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો શિવાલયમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિનો મહિનો કહેવામાં આવે છે. શ્રાવણમાસમાં જે કોઈ ભક્ત પૂર્ણ ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન મહાદેવ એ સૌથી મોટા દેવ છે એટલે તેમને મહાદેવ કહેવામાં આવે છે. ભોળાનાથ પોતાના આંગણે આવેલા ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. શ્રાવણ મહિનાની શરુઆત થતા ભક્તો શિવની ભક્તિમાં લીન બન્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)