ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના ઉઝબેકિસ્તાનના પ્રવાસના ચોથા દિવસે તાશ્કંદમાં એમિટી યૂનિવર્સિટી કેમ્પસની મુલાકાત લઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી અને છાત્રો સાથે સંવાદ પણ કર્યો હતો. વિજય ભાઈ રૂપાણીએ યુનિવર્સિટીના ઇનડોર પ્લે એરિયામાં બાસ્કેટ બોલની રમત પણ હળવી પળોમાં માણી હતી.