કશ્મીરને કલમ 370 મુક્ત કરતા નિર્ણયને દેશભરમાં આવકાર…

કેન્દ્ર સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 5 ઓગસ્ટ, સોમવારે રદ જાહેર કરી અને તે માટેનો ખરડો રાજ્યસભામાં રજૂ કર્યો હતો, જે ગૃહમાં પાસ પણ થઈ ગયો છે. આ જાહેરાતને પગલે દેશભરમાં આનંદ છવાઈ ગયો હતો. ઠેર ઠેર ભાજપના સમર્થકો, કાર્યકરો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સભ્યોએ રસ્તા પર ઉતરીને એકબીજાને મીઠાઈ ખવડાવી, ઢોલ વગાડી, ડાન્સ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો.


મુંબઈમાં શિવસેનાનો કાર્યકર મીઠાઈ ખવડાવે છે


નવી દિલ્હીમાં એબીવીપીના સભ્યો નાચી રહ્યાં છે


પ્રયાગરાજમાં મોઢું મીઠું કરતા ભાજપના કાર્યકર્તાઓ


પ્રયાગરાજમાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી




નવી દિલ્હીમાં એબીવીપીના સભ્યો નાચી રહ્યા છે


જમ્મુમાં ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી


અમૃતસરમાં શિવસેના-પંજાબ દ્વારા ઉજવણી


લખનઉમાં કશ્મીરી પંડિત પરિવારનાં સભ્યો ટીવી પર સમાચાર જોઈને આનંદ વ્યક્ત કરી રહ્યાં છે